ગિરિમથક સાપુતારા ખાતે બનાસકાંઠાથી એક કપલ ફરવા માટે આવ્યુ હતુ. ત્યારે ફરવા માટે એક દુકાનદાર પાસેથી ભાડેથી મોપેડ લીધી હતી. દુકાનદારને વિશ્વાસમાં લઈને ફરવા આવેલું પ્રવાસી મોપેડ લઈને રફુ ચક્કર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાનાં ટોભા ગામનો અશોક ભેમા ચૌધરી એક યુવતી સાથે સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો. આ કપલ હરેશભાઈ ઝાપળેની દુકાને ગયા હતા અને ત્યાં ફરવા માટે કોઈ બાઈક ભાડેથી મળશે કે કેમ તેમ પુછતા દુકાનદાર હરેશ રામચંદ્ર ઝોપળેએ પોતાની એક્સેસ મોપેડ નંબર GJ/30/6847 ગત તારીખ 12/11/2023 અને તારીખ 13/11/2023ના રોજ ફરવા માટે ભાડેથી આપી હતી અને બંને દિવસે ફરીને યુવક મોપેડ પાછી આપી ગયો હતો. જેથી તારીખ 14/11/2023નાં રોજ બપોરના બાર વાગ્યે યુવક ફરીથી હરેશભાઈ પાસેથી મોપેડ એક કલાક માટે સાપુતારા ખાતે ફરવા માટે ભાડેથી માગતો હતો. અગાઉ બે દિવસ યુવકે મોપેડ ફરીને આપી દીધી હતી જેને ધ્યાને રાખી હરેશભાઇએ વિશ્વાસ રાખી યુવકને એક્સેસ મોપેડ જેની કિંમત રૂપિયા 50,000/-હતી તે આપી દીધી હતી. પરંતુ આજદિન સુધી યુવકે મોપેડ પરત નહીં કરતા યુવકે વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા હરેશ ઝાપળેએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાઈક ચોરી અંગે સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application