‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ની ઉજવણી નિમિતે ગતરોજ ડાંગ જિલ્લાનાં સુબીર ચાર રસ્તા પાસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું એની અંદર 5મી અનુસૂચિની જોગવાઇઓનો અમલ, પેસા કાયદો 1996નો અમલીકરણ, મેશા કાયદા બાબત, કેન્દ્ર સરકારના સને 2022નાં ફોરન્ટ કંઝરવેશન એક્ટનાં નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવેલ છે.
એ બાબત, 5મી અનુસૂચિ વિસ્તારમાં આદીવાસી સમાજને વિસ્થાપિત કરતા તમામ મોટા પ્રોજેક્ટો તાત્કાલિક ધોરણે રદ કરવા, વસ્તી ગણતરીના સાતમા કોલમમાં આદીવાસી ધર્મનો સમાવેશ કરવા બાબત, ડી-લિસ્ટીંગ બાબત, આદિવાસીઓમાં થતાં સ્થળાંતર માટે આર્થિક અને સામાજિક સુરક્ષા, આમ, આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને એ આવેદન રાષ્ટ્રપતિ સુધી પહોંચતું કરવામાં આવે અને શ્રીમતી રાષ્ટ્રપતિ દ્વારા આદીવાસી અધિકાર દિવસને ધ્યમનામાં રાખી આદિવાસીઓના હકો અને અધિકારોને વધુ મજબૂત બનાવવામાં આવે અને ગુજરાતમાં 5મી અનુસૂચિ વિસ્તારની બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓનો અમલ ચુસ્તપણે થાય તે અંગેની રજૂઆતો સુબીર તાલુકા યુવા સંગઠન વતી કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500