ડાંગ જિલ્લાનાં પૂર્વપટી વિસ્તારમાં આવેલ ટાકલીપાડા ગામે ખેતરનું કામ પતાવી ઘરે પરત થતાં માતા પુત્ર પૂર્ણાં નદીમાં તણાય જતા પુત્ર તરીને કિનારે નીકળવા સફળ થયો હતો, જ્યારે માતા તણાય જઈ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી મળતી માહિતી અનુસાર, આહવા તાલુકામાં આવેલ ટાકલીપાડા ગામે રહેતા સારૂબેન મોત્યાભાઈ પવાર (ઉ.વ.56) અને તેમનો પુત્ર ખેતરમાં નિંદામણ કરવા ગયા હતા.
જોકે સાંજે ઘરે પરત ફરતી વખતે નદીનું કોતર ઓળંગવા જતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં એકાએક પાણીનો વહેણ વધતા માતા-પુત્ર તણાવા લાગ્યા હતા. જેમાં પુત્ર નદીમાં તરીને સામે કાંઠે પહોંચી જતા બચાવ થયો હતો. ત્યારબાદ નદીમાંથી બહાર નીકળી પરિવારને આપવીતી જણાવતા તણાય ગયેલ સારૂબેનની શોધખોળ કરતા ધુડા ગામ નજીક નદીમાં તેમની લાશ મળી આવી હતી. ઘટના અંગે પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દઈ જરૂરી પંચનામું કરી અકસ્માત મોત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application