ગીરીમથક સાપુતારામાં હાલ વરસાદનાં કારણે આલહાદક વાતાવરણની મજા માણવા સુરતનાં સંખ્યાબંધ લોકો સાપુતારા જતા હોઈ છે, જોકે ગતરોજ બારડોલી તાલુકામાં ભટલાવ ગામનાં 7 મોટર સાયકલ પર 14 યુવાનો સાપુતારા ગયા હતા.
જ્યાં 7 પૈકીની એક સ્પોર્ટ મોટર સાયકલને અકસ્માત નડતા બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં ભટલાવ ગામેથી બુધવારનાં રોજ વહેલી સવારે 7 જેટલી જુદી-જુદી સ્પોર્ટ મોટર સાયકલ પર ગામનાં 14 યુવાનો ડાંગના સાપુતારા હિલ સ્ટેશન ફરવા ગયા હતા.
જોકે મોડી રાતે મહારાષ્ટ્રનાં નાસિક તરફ જતા સર્પગંગા તળાવનાં બ્રિજ ઉપર રોંગ સાઈડ આવી રહેલી સ્વીફ્ટ કારે 7 પૈકીની એક KTM સ્પોર્ટ મોટર સાયકલને અડફટે લેતા મોટર સાયકલ સવાર કેનિલભાઈ ઉત્તમભાઈ ચૌધરી અને ભાર્ગવભાઈ નરેશભાઈ ચૌધરી (બંને રહે.ભટલાવ ગામ) નાઓને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા સાપુતારામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સાપુતારા પોલીસે સ્થળ પર ગઇ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application