ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં એક સ્થળે કેરીનો જથ્થો ભરેલ ટ્રક ખીણમાં ખાબકી પલટી મારી ગઈ હતી. જ્યારે બીજા બનાવમાં ઝીંગાનો જથ્થો ભરેલ કન્ટેનર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કર્ણાટકથી કેરીનો જથ્થો ભરી બરોડા તરફ જઈ રહેલ ટ્રક નંબર કેએ/40/એ/0887 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક ચાલકે બેકાબુ બની ઊંડી ખીણમાં ખાબકી પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જયારે આ અકસ્માતનાં ટ્રકનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ અને કેરીનો જથ્થો ખીણમાં વેરવિખેર થઈ ગયો હતો જયારે આ અકસ્માતનાં ચાલક અને ક્લીનરને નાની-મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને બીજા બનાવમાં સાપુતારા ઘાટ માર્ગમાં જ ઝીંગા ભરેલ કન્ટેનર પલટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.
જોકે આ ટ્રક આંધ્રપ્રદેશથી ખાદ્ય ઝીંગાનો જથ્થો ભરી ઓલપાડ તરફ જઈ રહેલ કન્ટેનર નંબર એપી/16/ટીએચ/2178 જે પણ સાપુતારા ઘાટ માર્ગમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માત કન્ટેનર સહીત ઝીંગાનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો મળી હતી. બંને બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500