Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ચેકપોસ્ટ પરથી ગાંજાનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

  • September 13, 2022 

સાપુતારા ચેકપોસ્ટ પર દારૂની તસ્કરી બાદ હવે નસીલા પદાર્થની હેરાફેરી કરતા નિફાડથી સુરત માદક પદાર્થ  ગાંજાની તસ્કરી કરતા બે ઈસમોને સાપુતારા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાપુતારા પોલીસે રવિવારનાં રોજ સાંજે ચેકપોસ્ટ પર ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.




તે સમયે મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ જતી બોલેરો પિકઅપ નંબર MH/15/EG/7099ને રોકી તપાસ હાથ ધરતા આરોપીઓએ એકબીજાની મદદગારથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ જવાતો 8.360 કિગ્રાનો ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા 83,600/-ના મુદ્દામાલ સાથે આરોપી અરુણ તુકારામ મોરે (રહે.પીપલગાવ, જિ.નાસિક) અને મોહમ્મદ નિયાત શેખ (રહે.બાબાનગર, આંજણા ટેનામેન્ટ, સલાબતપુરા, જિ.સુરત) નાની ધરપકડ કરી હતી. જોકે ગાંજો મોકલનાર ભાઉ નામનો ઈસમ, તેમજ મંગાવનાર ફારૂકભાઇ (રહે.ભટારગામ,સુરત) અને ભૈયાભાઇ (રહે.સનામીલ પાસે, ઉન,સુરત) નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application