દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં ચીચીનાગાવઠા રેન્જ વિસ્તારમાં દિવાળી તહેવાર નિમિતે ઇમારતી લાકડાની તસ્કરી કરતા તત્વો સક્રિય થતા હોઈ દક્ષિણ ડાંગના DFOને મળેલ પૂર્વ બાતમીનાં આધારે ચીચીનાગાવઠા રેન્જનાં સ્ટાફે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવતા બે તસ્કરોને મુદ્દામાલ સાથે પકડી પાડવા સફળતા મળી હતી.
મળતી માહિતી અનુસાર, દક્ષિણ ડાંગ વન વિભાગના DFOને મળેલ ગુપ્ત બાતમી બાદ તેમની સૂચના અને માર્ગ હેઠળ ચીચીનાગાવઠા રેન્જના RFO સહિત સ્ટાફ દ્વારા રાત્રી પેટ્રોલિંગ ચુસ્ત કરતા 4:30ના અરસામાં વઘઇ આહવા માર્ગ ઉપર ચિચીનાગાવઠા, ડુંગરી ફળિયાના ખાપરી નદી તરફ જતા માર્ગ પર બોલેરો પીકઅપને ઉભી રખાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી ઝડરાઈ હતી. આમ વન વિભાગની ટીમે રૂપિયા 6,04,090/-નાં મુદ્દામાલ સાથે પંકજ મોતિરામ પવાર (રહે.ભવાડી ડાંગ) અને રવિન્દ્ર રામસિંગ પવાર (રહે.ઢૂંઢુંનિયા) નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500