ગિરિમથક સાપુતારા સહીત આહવા, વઘઇ અને સુબીર પંથકમાં ગતરોજ દિવસભર રહેલા વરસાદને પગલે નદીઓમાં પાણીની આવક થતાં બંને કાંઠે વહેતી થઈ હતી. જયારે ગિરિમથક સાપુતારા ખાતે સતત 2 કલાક એકધારો વરસાદ વરસતા ગાઢ ધૂમ્મસીયુ વાતાવરણમાં પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જોકે વરસતા વરસાદનાં કારણે મોસમ ઠંડો થઈ જતા પ્રવાસીઓને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.
જેમાં કેટલાક પ્રવાસીઓએ તો વાતાવરણની મજા લીધી હતી અને સાથે ગરમા ગરમ ચા, પકોડી અને મકાઈનો આનંદ ઉઠાવ્યો હતો. જયારે સ્થાનિકો તાપણું પેટાવી ઠંડીથી રાહત મેળવી હતી. આમ ડાંગ જિલ્લાભરમાં અનરાધાર વરસાદને પગલે ડાંગર, નાગલી, વરાઇ, જેવા પાકોને પણ નુકસાન થવાની દહેસતને પગલે ખેડૂતોને ચાલુ વર્ષે લીલો દુકાળ પડવાની ભીતિ સેવાતા ચિંતતુર બન્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500