ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમા ડાંગ જિલ્લોનુ કુલ 68.59 ટકા પરિણામ જાહેર થયુ છે. સમગ્ર ગુજરાત રાજ્યમા ડાંગ જિલ્લાનો 6 ક્રમની સાથે ગુજરાતના ટ્રાયબલ જિલ્લાઓમા, ડાંગ જિલ્લાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ડાંગ જિલ્લામા ધોરણ 10નુ પરિણામ વર્ષ 2022મા 68.59 ટકા, વર્ષ 2020મા 63.85 ટકા પરિણામ જ્યારે 2019મા 68.72 ટકા પરિણામ જાહેર થયુ હતુ.
ડાંગ જિલ્લાના પુર્વ પટ્ટી વિસ્તારની એકલવ્ય મા.શાળા ચીચંલી અને એકલવ્ય મા.શાળા ગારખડીનુ 100 ટકા પરીણામ જાહેર થયુ છે. આ પરીક્ષામાં કુલ 3289 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3095 પરીક્ષાર્થીઓ પરીક્ષામા ઉપસ્થિત રહ્યા હતા . A1 ગ્રેડમા 5 વિધ્યાર્થીઓ, A2 ગ્રેડમા 86 વિધ્યાર્થીઓ, B1 ગ્રેડમા 315 વિધ્યાર્થીઓ, B2 ગ્રેડમા 596 વિધ્યાર્થીઓ, C1 ગ્રેડમા 752 વિધ્યાર્થીઓ, C2 ગ્રેડમા 359 વિધ્યાર્થીઓ, D ગ્રેડમા 10 વિધ્યાર્થીઓનો સમાવેસ થયો હતો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નુ પરિણામ જાહેર કરાતા, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા સહિત શિક્ષકગણ અને વિધ્યાર્થીઓને અંભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500