ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગતરોજ ડાંગ જિલ્લા પ્રાયોજનાં વહીવટદારને સંબોધીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લા પ્રાયોજનાં વહીવટદાર કચેરી દ્વારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને વી.ટી.સી.નાં આચાર્ય દ્વારા અદાવત રાખી હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યાં છે. ડાંગનાં અંતરિયાળ વિસ્તારનાં ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આહવા ડાંગમાં વિવિધ ટ્રેડમાં એડમિશન લીધુ છે.
જોકે ગામોમાં બસ આવતી નહીં હોવાથી અહીં આવેલ સરકારી હોસ્ટેલમાં 27 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે અને અગાઉ હોસ્ટેલ શરૂ થઈ નહીં તે બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેની અદાવત વી.ટી.સી.નાં આચાર્ય વિદ્યાર્થીઓ સાથે રાખી અવાર-નવાર તોછડું વર્તન કરવામાં આવે છે. આ સાથે આ આચાર્ય વિદ્યાર્થી સાથે ગાળાગાળી પણ કરવામાં આવે છે. વધુમાં માર-મારવાની ધમકી આપે છે તેમજ તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ વી.ટી.સી.નાં આચાર્યની પત્ની પણ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરે છે. જેથી કુલ 27માંથી 15 વિદ્યાર્થીએ તો હોસ્ટેલ પણ છોડી દીધી છે પરંતુ યોગ્ય સગવડ નહીં હોવાથી આ હોસ્ટેલમાં રહેવા માટે મજબુર બન્યા છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હાનિ કે અન્ય કંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી આ આચાર્યની રહેશે એવું જણાવ્યુ છે. વધુમાં તંત્ર દ્વારા જો આચાર્ય સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ધરણાની પણ ચીમકી ઉચ્ચારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application