Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈનાં બોરપાડા ગામેથી દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહત અનુભવી

  • September 12, 2022 

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં બોરપાડા ગામેથી દીપડો પાંજરે પુરાયો હતો. જોકે વહેલી સવારે દીપડો શિકાર કરવા જતાં પાંજરે પુરાયો હતો. જયારે થોડા દિવસ અગાઉ આ દિપડાએ ગાય અને બકરીનો શિકાર પણ કર્યો હતો. તેમજ ખુંખાર હિંસક દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જેમાં બોરપાડા સહિત આજુબાજુનાં ગામોમાં હિંસક દીપડાએ ગામમાં ગાય અને બકરીનો શિકાર કરતાં ગામ લોકો ફફડી ગયા હતા.




ત્યારબાદ દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વઘઇ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં બોરપાડા સહિત આજુબાજુના ગામોને બાનમાં લેનાર દિપડાને પકડવા પાંજરૂ ગોઠવી દિપડાની અવરજવર ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન દિપડો શિકાર માટે આવતા વન વિભાગના સ્ટાફે ખુંખાર દિપડાને આબાદ ઝડપી લીધો હતો અને દિપડો પકડાઈ ગયાના સમાચારથી ગ્રામજનોને રાહત મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application