આહવા ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ હસ્તકનાં ભેંસકાતરી વન વિભાગની ટીમે જંગલમાંથી પીકઅપ ટેમ્પોનો પીછો કરી પીકઅપ ટેમ્પોમાંથી રૂપિયા 70,000/-નાં સાગી લાકડા ઝડપી પાડ્યા હતા. જોકે વન વિભાગેની ટીમે મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ડાંગ ઉતર વન વિભાગનાં DFOનાં માર્ગદર્શન હેઠળ ભેંસકાતરીનાં RFOને મળેલી બાતમીનાં આધારે ભેંસકાતરી રેંજ સ્ટાફ સાથે ભેંસકાતરી બીટ કં.નં.188માં સાગી લાકડા કાપીને વેચવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મળસ્કે 3 કલાકે પાંઢરમાળ વાંકન રસ્તા પર વાઘદેવ પાસે બોલેરો પીકઅપ ટેમ્પો નંબર MH/15/HH/3687માં સાગી લાકડા નંગ-7 બિન પાસ-પરવાનગીએ ભરતા ઈસમો ફોરેસ્ટ સ્ટાફને જોઇ ભાગી છૂટ્યાં હતા.
જયારે પીકઅપનો ચાલક ગાડી લઇ સરકારી ગાડીને ટક્કર મારી ભાગી છૂટતા ચારેબાજુ નાકાબંધી કરીને તેનો પીછો કર્યો હતો. જેથી 11 કિ.મી. દુર ભેંસકાતરી આશરે ફળિયા પાસે પીકઅપ ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી ખાડામાં ઉતરી જતા ચાલક છોડીને અંધારોનો લાભ લઇ ભાગી ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે ટેમ્પોમાં તપાસ કરતા સાગી લાકડા નંગ-7 ઘન મીટર 1.913 જેની કિંમત રૂપિયા 70,000/- અને ટેમ્પાની કિંમત રૂપિયા 7.30 લાખ મળી કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ ભેંસકાતરીનાં RFOએ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application