Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીકઅપ ટેમ્પોમાંથી રૂપિયા 2 લાખથી વધુનાં સાગી લાકડા મળી આવ્યા, ચાલક ફરાર થતાં કાર્યવાહી હાથ ધરાઈ

  • August 22, 2023 

વઘઇ વન વિભાગની ટીમે દગડપાડા ગામ‌ નજીક‌થી ગેરકાયદે સાગી લાકડા ભરેલ પીકઅપ ટેમ્પો ઝડપી પાડી રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વઘઇ તાલુકાનાં બારખાંધ્યાથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.એફ.ઓ.ને મળી હતી. બાતમીના આધારે વઘઇ રેન્જના આર.એફ.ઓ., ‌ફોરેસ્ટર સહિત વનકર્મીઓની ટીમે બારખાંધ્યાથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા વન વિભાગના નાકા પર રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધર્યું હતું.



તે દરમિયાન મળસ્કે વઘઇ‌ બારખાંધ્યા મુખ્ય માર્ગ ‌તરફથી શંકાસ્પદ નંબર વગરની બોલેરો પીકઅપ ટેમ્પો આવતા નજરે પડી હતી જે પીકઅપને વનકર્મીઓ એ રોકવાની કોશિશ કરતા વનકર્મીઓને જોઈ ગભરાયેલા પીકઅપનાં ચાલકે ભાગવાની કોશિશ કરતા વનકર્મીઓએ પીકઅપ ટેમ્પોનો ફિલ્મી ઢબે પીછો કરી દગડપાડા ગામ નજીક મુખ્ય માર્ગ પરથી તેને ઝડપી પાડી હતી. જોકે ચાલક અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. વનકર્મીઓએ પીકઅપમાં તપાસ કરતા ગેરકાયદે નંગ 2.675 ઘન મીટરના સાગી ચોરસા રૂપિયા 2 લાખ કબ્જે કર્યા હતા. વનકર્મીઓએ સાગી ચોરસા સહિત પીકઅપ રૂપિયા 2 મળી મળી કુલ 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application