ગત ચાર વર્ષ અગાઉ દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકનાં વઘઇ રેંજનામાં સમાવિષ્ટ કુડકસના જંગલ વિસ્તારમાંથી મૃત દિપડાના અવશેષો સાથે કુકડકસ ગામના મહેશ દુલુભાઇ ભગરીયા નામના ઇસમની વનવિભાગની ટીમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી મહેશ ભગરીયા (રહે.કુડકસ) પર વન્ય પ્રાણી સંરક્ષણ ધારા-1972ની કલમ નં-2 (16) 9.39 સાથે કલમ નં-51 મુજબ અવશેષોને કબ્જામાં રાખી તેઓ દિપડાનો શિકારી હોય તે મુજબ શિકાર કરેલો હોય તેની સામે વધઈ વન વિભાગ ટીમે ગુનોદાખલ કરી મહેશ દુલુભાઇ ભગરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જોકે દિપડાનો શિકાર કરી રંગેહાથ મળી આવેલા મહેશ ભગરીયા સામે ચાર વર્ષથી કેસ વઘઈ જ્યુડિશિયલ.મેજીની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરતા જણાવ્યું વન્ય પ્રાણીનો શિકાર કરવો ગંભીર પ્રકારનો ગુનો છે, વળી એના કબ્જા માંથી દિપડાના અવશેષો પણ મળી આવ્યા હોય તેવા આરોપીને સમાજમાં દાખલા રૂપ સજા કરવા અપીલ કરવામાં આવી હતી. કોર્ટે વકીલની દલીલને ધ્યાનમાં લઇ આરોપી મહેશ દલુભાઇ ભગરીયાને વન્ય પ્રાણી સંરક્ષણ ધારા અન્વયે 1972ની કલમ 51 અન્વયે દોષિત ઠરાવી 3 વર્ષની સાદી કેદની સજા જાહેર કરી હતી અને રૂપિયા 10,000/-નો દંડ પણ ફટકાર્યો હતો. આરોપી મહેશ દુલુભાઇ ભગરીયા જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application