Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

  • September 01, 2022 

સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ગતરોજ સાંજનાં સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને પગલે તોતિંગ વૃક્ષો ધરાસાઈ થતા અંતરિયાળનાં ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સાપુતારા સહિત આહવાનાં તળેટી વિસ્તારોમાં આવેલ સોનગીર, ઉમરપાડા, ભાંદા, વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક તોતિંગ વૃક્ષો ધરસાઈ થતા વીજ પોલ તૂટી ગયા હતા.




જોકે અંતરીયાળ વિસ્તારનાં ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં ભાંદા ગામ પાસે વીજ પોલ તૂટી જતા માર્ગ અવરોધાયો હતો અને ભારે વરસાદને પગલે ખાપરી નદી બંને કાંઠે વહેતી થઈ હતી. જયારે વાવાઝોડાને પગલે કોઈ જાનહાની કે ઘરોને નુકસાની ના અહેવાલ સાંપડી શક્યા નહતા પાછોતરા વરસાદને પગલે ખેતી પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application