ડાંગનાં વઘઇ તાલુકાનાં બોરપાડા ગામેથી એક 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કોઈક અજાણ્યો શખસ વાલીપણા માંથી અપહરણ કરી જતા વઘઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેલવાસનાં મોરખલ ડુંગરીપાડામાં મજૂરી કરતા એક શખ્સનાં પત્ની ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બોરપાડા ગામનાં હોય જેથી ઘણા સમયથી પત્ની અને સગીર પુત્રી બોરપાડામાં રહેતા હતા.
તે દરમિયાન બોરપાડા ગામે રહેતી 14 વર્ષીય સગીરા ત્રણેક દિવસ અગાઉ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ દગડીઆંબા ગામે લગ્નનાં માંડવામાં ગઈ હતી. જોકે આ 14 વર્ષીય સગીરાને માતા દ્વારા લગ્નનાં માંડવામાં જવાની ઘરેથી ના પાડી હોવા છતાં તે ગઈ હતી અને લગ્નનાં માંડવામાં ગયા પછી ઘરે બોલશે તેમ માની બોરપાડાથી ભાગી ગઈ હતી.
ડાંગનાં બોરપાડા ગામેથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી કોઈક અજાણ્યો વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતા સગીરાનાં પિતાએ વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વઘઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500