ડાંગનાં આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી શામગહાનને જોડતા માર્ગમાં બે બાઇક સામસામે ભટકાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે જણા ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી આગળ બારીનાં વળાકમાં ગલકુંડથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગમાં બે બાઈક સવાર સામસામે ભટકાતા એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે સારવાર હેઠળ ખસેડાયા હતા. આહવા તાલુકાનાં ગલકુંડ ગામના હરેશભાઈ રાઉત (રહે.ગલકુંડ) અને તેમના ગામનો મિત્ર સોમનાથ ગામીત બાઇક નંબર GJ/30/C/9785 પર સવાર થઈ ચીંચપાડા ગામ જઈ રહ્યાં હતા.
જ્યારે તેઓ ગલકુંડથી આગળ બારીનાં વળાંકમાં ગલકુંડથી શામગહાન જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મહેન્દ્રભાઇ બાબુરાવભાઇ ચૌધરી (રહે.ગલકુંડ) પોતાના પલ્સર બાઇક નંબર GJ/05/GH/4075નાંને પૂરઝડપે રોંગ સાઇડે હંકારી લાવી હરેશભાઈ રાઉતની બાઈકને ટક્કર મારી દીધી હતી. જેને પગલે હરેશભાઈ રાઉત અને તેમના મિત્રને નાની મોટી ઇજા થઈ હતી. જ્યારે મહેન્દ્રભાઈ ચૌધરીને માથાનાં ભાગે ગંભીર ઇજા થતા તેઓને પ્રથમ ગલકુંડ પીએચસીમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા. બાદમાં તેમને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઈજાને પગલે મહેન્દ્રભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application