ગિરિમથક સાપુતારાનાં ઘાટ માર્ગમાં ગત દિવસો દરમિયાન થયેલા ભારે ભૂસ્ખલન બાદ, આ માર્ગેથી મોટી બસો અને ભારે વાહનોની અવર-જવર બંધ કરવામા આવી છે. તેમા સ્થાનિક સ્થિતિની સમીક્ષા બાદ થોડી છૂટછાટ મળતા હવે પ્રવાસીઓની મિનિ બસોને સાપુતારા ખાતે પ્રવેશ આપવાનુ નક્કી થયુ છે. જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાનાં જણાવ્યા અનુસાર, સવારનાં 5 વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા દરમિયાન શામગહાનથી સાપુતારા તરફ જતી મિનિ ખાનગી અને સરકારી બસોને પ્રવેશવાની છૂટ અપાઈ છે.
જેના કારણે પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામજનો અને વિધ્યાર્થીઓની મુશ્કેલી હળવી થશે. જોકે ઘાટ માર્ગેથી આવાગમનની સંપૂર્ણ સ્થિતિ સુધાર્યા બાદ ટૂંક સમયમાં જ આ માર્ગેથી મોટી બસો, સહિતનાં ભારે વાહનોને પણ પરવાનગી અપાશે તેમ જણાવતા કલેક્ટરએ, મિનિ બસોના સંચાલકો, ડ્રાયવરોને ખૂબ જ સાવચેતી સાથે, સલામત રીતે મુસાફરો/પ્રવાસીઓને સેવા પૂરી પાડવાની અપીલ કરી છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500