ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં રંભાસ ગામે રહેતા અમીનભાઇ મંગુભાઈ ચૌધરી (ઉ.વ.34, મૂળ રહે.શ્રીરામ નગર સોસાયટી બારડોલી) નાની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૧૯/એઆર/૮૪૩૧ ગત તા.૫/૪/૨૨નાં રોજ રંભાસ ગામે ભાવડયાભાઇનાં મકાનની આગળ આંગણામાં પાર્ક કરેલ હતી જેની રાત્રી દરમિયાન ચોરી થઈ હતી.
બનાવ અંગે અમીન ચૌધરીએ વઘઈ પોલીસ મથકે ગુનો નોંધાવતા પીએસઆઇ અને ટીમે બાઇક ચોરનાર હરિશચંદ્ર ઉર્ફે હરીશ કચરુ શેવરે (ઉ.વ.23,રહે વાજુળે તા.ડિડોરી, જિ.નાસિક) નાને દબોચી લીધો હતો અને તેની પાસે બાઇક કબજે લઇ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500