ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે આહવા તાલુકાનાં દિવાનટેમબ્રુન ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં પડેલ અશોક લેલેન્ડ ટેમ્પા માંથી રૂપિયા ૧.૮૮ લાખનો દારૂનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગ એલસીબી પોલીસ કર્મીઓની ટીમ પ્રોહી. અને જુગાર બદીને નેસ્તાનાબૂદ કરવા માટે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.
તે દરમિયાન ડાંગ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમને આહવા તાલુકાના દિવાનટેમબ્રુન ગામનાં સીમમાં એક શંકાસ્પદ હાલતમાં અશોક લેલેન્ડ ટેમ્પો નંબર જીજે/૩૨/ટી/૩૬૭૨ ઉભો હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે હકીકતવાળી જગ્યાએ પોલીસ ટીમે જઈ બંધ હાલતમાં ઉભેલા અશોક લેલેન્ડ ટેમ્પામાં ચેક કર્યો હતો.
જોકે આ ટેમ્પામાં બનાવેલ ચોરખાનામાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટની વહીસ્કી અને બિયરની કુલ ૯૫૬ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧,૮૮,૫૭૦/- હતી. જોકે પોલીસે ટેમ્પામાં મુકેલ પ્લાસ્ટિકની ખુરશી નંગ ૩૪ જેની કિંમત રૂપિયા ૩,૪૦૦/- તથા પ્લાસ્ટિકનાં સ્ટુલ જેની કિંમત રૂપિયા ૮૦૦ ડાઇનિંગ ટેબલની કિંમત રૂપિયા ૪૦૦ તથા અશોક લેલેન્ડ ટેમ્પાની મળી કુલ રૂપિયા ૩,૯૩,૧૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500