ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગનાં શિવારીમાળ નજીક કાપડનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં ચાલકને પગે ઈજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, સુરત તરફથી કાપડનો જથ્થો ભરી ગતરોજ નાસિક તરફ જઈ રહેલી ટ્રક નંબર ટીએસ/13/યુબી/8670 પસાર થઈ રહી હતી.
તે દરમિયાન વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજય ધોરી માર્ગનાં શિવારીમાળ ગામ નજીકનાં વળાંકમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટ્રકને મોટુ નુકસાન થયું હતું. જ્યારે ટ્રકના ચાલકના પગમાં ફેક્ચર થતા 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application