ડાંગનાં આહવા તાલુકાના એક ગામમાં એક સગીર પ્રેમી અને તેના 8 મિત્રો સાથે તેની સગીર પ્રેમિકા પર દુષ્કર્મ કરવા આયોજન કરી પ્રેમિકાને બોલાવી હતી અને પ્રથમ પ્રેમી બાદ બીજા 2 મિત્રોએ દુષ્કર્મ કર્યા બાદ કોઇ વાહન આવી જતા બધા ભાગી ગયા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગનાં આહવા તાલુકાનાં એક ગામમાં એક સગીર કિશોરીને એક સગીર કિશોર સાથે પ્રેમસંબંધ હતો અને કિશોરએ તેના 2 સગીર અને 6 પુખ્ત વયના મિત્રો સાથે પ્રેમિકા પર દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને સગીર પ્રેમિકાને રાત્રે પ્રેમીએ બોલાવીયા બાદ પ્રથમ પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તેના બે મિત્ર એ દુષ્કર્મ કર્યું હતુ.તે દરમિયાન હજુ બધા મિત્રો દુષ્કર્મ કરે તે પહેલાં કોઈ વાહન આવતા તેનો લાઈટનો પ્રકાશ દેખાતા આ દુષ્કર્મ કરવા આવેલ તમામ ગભરાઇ ગયા હતા અને તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. બનાવ અંગે આહવા પોલીસ મથકે યુવતીના સંબંધિત દ્વારા ગુનો નોંધાતા પોલીસે સગીર પ્રેમી અને તેના મિત્રો અને પુખ્ત વયના યુવકોની પોલીસે ધરપકડ કરી હતી અને ગતરોજ સાંજે માઇનોર સગીર 3 યુવકોને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application