રાજ્યનાં દક્ષિણ છેડે આવેલા ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે જોકે ગતરોજ આહવા અને સાપુતારા સહિતનાં તળેટીનાં વિસ્તારનાં ગામોમાં ધોધમાર ગાજ-વીજ સાથે વરસતા વરસાદ નવરાત્રિનાં રંગમાં ભંગ પાડ્યો હતો. જયારે હાલ ખેતીમાં પાક હવે પાકવાની તૈયારીમાં છે જો હજી આજ પ્રકારે વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડશે. જોકે સાંજના ત્રણ-ચાર વાગ્યાનાં અરસામાં વરસાદી વાતાવરણ બનતા એકા એક થોડા સમય માટે ગાજ-વીજ સાથે વરસાદ તૂટી પડતા સર્વે પાણીની રેલમછેલ થઈ જતા ખેલૈયામાં નારાજગી જોવા મળી હતી. જોકે સાપુતારા ગલકુંડ, શામગહાન અને જાખાના ઘોટિયામાલ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application