નાની વઘઇથી પરિવાર સાથે શિરડી સાંઈબાબાનાં દર્શને જવા નીકળેલા પરિવારની નવી નંબર વગરની ઇકોને ગીરાધોધ ફાટક પાસે અકસ્માત નડ્યો હતો. જોકે આ અકસ્માતમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. જ્યારે અન્યોને ઈજા થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. બનાવની વિગત એવી છે કે, ડાંગનાં વેપારી મથક વઘઈ નાની વઘઈનાં રહેવાસી ધીરેનભાઈ કનુભાઈ નાયકા (ઉ.વ.33) ગત તા.12મી નવેમ્બરનાં રોજ તેના સગાસંબંધીઓ સાથે પોતાની ઇકો લઈને સાંઈબાબાનાં દર્શન માટે શિરડી જવા માટે નીકળ્યા હતા.
ત્યારે તેમનો મિત્ર પ્રદિપકુમાર ઈકો ચલાવતા હતા. તે દરમિયાન ગીરાધોધક ફાટક પાસે વઘઇ-સાપુતારા રોડ પર ઈકો બેકાબુ બનતા પલટી મારી ગઈ હતી. જેમાં સવાર પરિવારજનો ગાડીમાં ફસાઈ ગયા હતા. જેમને રાહદારીઓએ બહાર કાઢી 108ની મદદથી પ્રથમ વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વાંસદા, ચીખલી અને વલસાડની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નાની બાળકી સૃષ્ટિને માથાનાં ભાગે વધુ ઈજા પહોંચતા સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન ગતરોજ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પરિવારજનોને નાની મોટી ઇજા થતા વલસાડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application