ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત આસપાસનાં વિસ્તારોમાં આગામી તહેવાર નિમિતે સુલેહ શાંતિ જળવાય રહે તે હેતુથી પી.એસ.આઈ.એ સરહદીય વિસ્તારોમાં અચાનક રેડ કરતા વરલી મટકાનાં જુગરીયાઓ સહિત મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસો સાપુતારા સહિત આસપાસનાં પોલીસ મથકની હદ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ દારૂ અને જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યના સરહદ પર બરમ્યાવડ નજીક સટ્ટા મટકાનો હારજીતની રમત રમતા 8 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 6,560 અને 7 મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા 16,060/-નો મુદ્દામાલ કબ્જે કરી વરલી મટકાનો જુગાર રમાડનાર ભાસ્કર લક્ષમણ પવાર નાને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ રેડમાં જુગાર રમતા ઝડપાયેલ ઈસમો ....
1.દેવીદાસ સુરીમન ગાંગોડા (રહે.ધવલીદોડ),
2.ચીમન દેવરામ દળવી (રહે.માલેગામ),
3.ભાષ્કર અર્જુન ગવળી (રહે.માલેગામ),
4.કેશર જયરામ ચોથવા (રહે.માલેગામ),
5.નારાયણ બાળુંભાઈ ચૌધરી (રહે.બરડપાણી),
6.સુરેશ મહાર્યા પવાર (રહે.માલેગામ),
7.વસંત પાંડુ ચૌધરી (રહે.બરડપાણી) અને
8.રામદાસ કાળું ગાંવીત (રહે.વકાર્યા,તા.આહવા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500