ડાંગ જિલ્લાનાં લશ્કર્યા નજીક બોલેરો જીપમાં આકસ્મિક આગ લાગી હતી અને બીજા બનાવમાં સાપુતારા ઘાટમાં ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ડાંગ જિલ્લાનાં આહવાથી માદલબારી ગામ જઈ રહેલ બોલેરો જીપમાં લશ્કર્યા ગામ નજીક ગતરોજ આકસ્મિક આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં સ્થળ પર બોલેરો જીપમાં આગ બેકાબુ બની પ્રસરી જતા બળીને ખાખ થઈ ગઇ હતી. જોકે, જીપમાં કોઈ પેસેન્જર નહીં હોય જેથી ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.
જ્યારે બીજા બનાવમાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ગતરોજ માલસામનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક નંબર એમએચ/12/એચડી/2893 સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને નુકસાન થયું હતું. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application