ડાંગ જિલ્લાનાં સુબીરથી કડમાળ જતાં માર્ગ પર આવેલ કોઝ-વે પરથી સેન્ટ્રો કાર ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જોકે સદનસીબે કારમાં સવાર તમામનો ચમત્કારીક બચાવ થાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુબીરથી કડમાળ તરફ પસાર થતા માર્ગ પર સવારનાં સુમારે એક હુન્ડાઇ સેન્ટ્રો કાર નંબર GJ/15/K/6741 પુરઝડપે પસાર થઇ રહી હતી.
તે સમયે કડમાળ નજીક આવેલા ભયજનક વળાંકમાં સ્થાનિક કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સેન્ટ્રો કાર કોઝવે ઉપરથી અંદાજે 12 ફુટ જેટલા ઉંડી કોતરમાં ધડાકે ભેર ખાબકી જતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો અને જેમાં કારમાં સવાર અંદાજે 7 જેટલા પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થતા સદનસીબે તમામનો ચમત્કારીક બચાવ થયો હતો, જયારે સ્થાનિક આગેવાનોને આ ઘટના અંગે જાણ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી સુબિર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application