ડાંગ જિલ્લાનાં સાપુતારા અને આહવા ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગિરિમથક સાપુતારા અને આહવા ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો પાછોતરા વરસાદને પગલે ડાંગર, નાગલી, વરાઈ જેવા પાકોમાં નુકશાનની ભીતિ ઉભી થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો.
જોકે સાપુતારામાં વરસતા વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક પ્રસરી જવા પામી હતી. ડાંગ જિલ્લામાં મંગળવારે બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યે પુરા થતા 4 કલાકમાં આહવામાં 13 મીમી 0.5 ઇંચ, સુબીરમાં 6 મીમી જયારે સાપુતારામાં 2 થી 4 કલાક દરમિયાન આમ બે કલાકમાં 17 મીમી 0.68 ઇંચ વરસાદ પડ્યો હતો જયારે વઘઇ તાલુકો કોરો રહયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500