સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગના રેસ્ટ હાઉસ પાસે અવાર નવાર અકસ્માતની બનાવો બનતા જ હોય છે. જોકે ગતરોજ પુણેથી માલ સમાન ભરી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક નંબર AP/28/TE/ 6413ની અચાનક બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટ્રક માર્ગ સાઈડે બનેલ સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાઇ પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં ચાલક અને ક્લીનરને ઇજા પહોંચી હતી, જ્યારે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application