સાપુતારા માલેગામ ઘાટ માર્ગ ઉપર તીવ્ર વળાંક પર માર્ગ સાઇડે કાર મૂકી ખીણ સાઈડે સેલ્ફી લેતાં પ્રવાસીને GRD જવાને ના પાડવા છતાં ફોટો લેવા વ્યસ્ત પ્રવાસી કારને પીકઅપ જીપ બ્રેક ફેલ થઈ અથડાતા નિયમ ભંગ કરનાર પ્રવાસીની કફોડી સ્થિતિ સર્જાઈ હતી. બનાવની વિગત એવી છે કે, ડાંગ જિલ્લામાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે, પ્રાકૃતિક સૌંદર્યને કેમેરામાં કંડારવા કેટલાક પ્રવાસીઓ તંત્રની સુચનાને અવગણી તેનો ભંગ કરતા હોય છે.
આવુજ કંઈક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગનાં તીવ્ર વળાંકમાં મહારાષ્ટ્ર રાજ્યના સરકારી અધિકારીએ માર્ગ સાઈડે ટ્રાફિકને અડચણ થાય તે રીતે પોતાની કાર નંબર MH/10/CK/1626 પાર્ક કરી પરિવાર સાથે ફોટોગ્રાફી કરવા ઉતર્યા હતા. તે સમયે ફરજ બજાવતા GRDનાં જવાનોએ વાહન ના પાર્ક કરવા તેમજ અહીં સેલ્ફી કે ફોટોગ્રાફી કરવા પ્રતિબંધ હોવાનું જણાવતા પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડી GRD જવાનોની સૂચનાને અવગણી અધિકારી પોતાના પરિવાર સાથે ફોટોગ્રાફીમાં વ્યસ્ત થઈ જતા તે માર્ગ ઉપર નાસિકથી સુરત શેરડીનાં રોપા લઈ પસાર થતી પીકઅપનાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગ સાઈડે પાર્ક કરેલ કાર સાથે ધડાકાભેર અથડાઈ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
જોકે કારનાં માલિક અધિકારી તેના પરિવાર ફોટોગ્રાફી કરવા બહાર નીકળ્યા હોય તેમનો બચાવ થયો હતો. જોકે અકસ્માતને પગલે પીકઅપ અને કારને નુકસાન થયું હોય, અધિકારીને GRD જવાનોની સૂચનાને અવગણના ભારે પડી હતી, જેથી અકસ્માતનો ભોગ બનેલા અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500