વઘઈ તાલુકાનાં બાજ ગામે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગામનાં બે નવ યુવાનોનાં ગંભીર અકસ્માતમાં એકનું મોત થતાં બાજ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વઘઈનાં બાજ ગામે રહેતા અજીત ભરતભાઈ ચૌધરી (ઉં.વ.18) અને જશવંત સુરેશભાઈ ચૌધરી (ઉં.વ.20) નાઓ બંને જણા અજીતની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/30/D/4400 લઈ બાજ ગામથી વઘઈ જવા નીકળ્યા હતા.
તે દરમિયાન બાજ ગામની હદમાં દગુનપાણી નામે ઓળખાતી જગ્યાએથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે વઘઈથી સાપુતારા જતી બુલેટ નંબર GJ/19/AP/4545નાં ચાલકે સ્પ્લેન્ડર સાથે અકસ્માત કરતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર અજીત ચૌધરી અને જશવંત ચૌધરી નાને માથામાં અને હાથ પગ પર ગંભીર ઈજાઓ થઈ હતી.
જેથી તેઓને પ્રાઇવેટ વાહનમાં વાંસદા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં અજીત ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે વઘઈ પોલીસ મથકે મરનાર અજીત ચૌધરીના કુટુંબી કાકા ગણેશભાઈ રણછોડભાઈ ચૌધરી નાએ બુલેટ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500