Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇનાં માનમોડી ગામે વાન અડફેટે ત્રણ વર્ષીય બાળકનું મોત, પોલીસે ચાલક સામે ગુનો નોંધાયો

  • January 11, 2023 

ડાંગનાં વઘઇ તાલુકાનાં માનમોડી ગામ નજીક પીકઅપ વાન ચાલકે માસૂમ બાળકને અડફેટમાં લેતાં ઘટના સ્થળે બાળકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, વઘઇ તાલુકાનાં મોટાબરડાથી બોન્ડારમાળ ગામે કારેલા ભરવા જતી પીકઅપ વાન નંબર GJ/15/XX/0800નાં ચાલકે માનમોડી ગામનાં આંતરિક માર્ગમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઘરની બહાર જાહેર રોડ પર નીકળેલ 3 વર્ષીય બાળક સાંઈકુમાર શ્યામભાઈ ધૂળેને અડફેટે લેતાં બાળકને શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જોકે ગંભીર ઈજાને પગલે આ માસૂમ બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે માનમોડી ગામે પીકઅપ વાનની અડફેટે માસૂમ બાળકનું મોત નીપજતા આ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે મૃતક બાળકની માતા સુશીલાબેન ધૂળેએ પીકઅપ ચાલક વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા સાપુતારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application