Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં ઝરણ ગામે ત્રણ વર્ષીય બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડતા મોત

  • October 04, 2022 

ડાંગનાં આહવા તાલુકાનાં ઝરણ ગામે ગત તા.01નાં રોજ સવારનાં સમયે ત્રણ વર્ષીય તુષાર હરેશભાઈ ખુરકુટે જે રમતા રમતા ઘરનાં આંગણામાં બનાવવામાં આવેલ પાણીની ભુગર્ભ ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહી જતા તેમાં પડી ગયા હોય જેની ઘરના ઓને કોઈ જ ખબર ન પડી હતી. જોકે અડધો કલાક પછી બાળકની આમતેમ શોધ ખોળ કરાતા છતાં ન મળતાં તેની માતાને પાણીની ભુગર્ભ ટાકામાં પડી ગયા હોય તેવો શક જતા તેમાં ઉતરી અને ચેક કરતા તેમાંથી બાળક મૃતક હાલતમાં મળી આવતાં તેની માતા ત્યાંજ જમીન પર ઢળી પડી હતી જોકે બાળકનું મોત થતાં પરિવારનાં માથે જાણે આભ તુટી પડ્યું હોય તેમ સમગ્ર પરિવાર સહિત આખું ગામ શોખમાં ડૂબ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application