Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને બાઇસેગના માધ્યમથી 'પ્રાકૃતિક કૃષિ' વિષય પર પરિસંવાદ યોજાયો

  • July 27, 2023 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મંગળવારના રોજ રાજભવન ખાતેથી 'પ્રાકૃતિક કૃષિ' વિષય પર પરિસંવાદનું સંબોધન કર્યું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર સહિત જિલ્લાના પ્રત્યેક ઇ-ગ્રામ સેન્ટર, શૈક્ષણિક સંકુલો, સીઆરસી, બીઆરસી સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આશરે ૯૦૦૦થી વધુ લોકો-ખેડૂત મિત્રોએ રાજ્યપાલશ્રીના જીવંત પ્રસારણને નિહાળીને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, કૃત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગથી ધરતી માતા ખુબ ઝેરી બની છે. સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશનો પ્રત્યેક ખેડૂત સમૃદ્ધ અને ખુશહાલ બને તે માટે પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. આજે પ્રકૃતિના રક્ષણ માટે, જળ-જમીન, પર્યાવરણ સહિત લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો વૈકલ્પિક માર્ગ પ્રાકૃતિક કૃષિ છે.



રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને, સમાજને એક સાચી દિશા આપવા માટે શિક્ષકો-ખેડૂતોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. ગાય આધારિત ખેતી જમીનને ફળદ્રુપ બનાવે છે. ઉત્પાદનમાં તો વધારો થશે જ સાથોસાથ લાગત પણ નહીવત છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળી રહે છે. ડાંગ જિલ્લાના ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી કાર્યક્રમ નિહાળતા પ્રત્યેક ખેડૂતમિત્ર, ગ્રામજનો, શિક્ષકો, યુવાનોને જીવામૃત-ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિથી વાકેફ કરતા રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવાની સંપૂર્ણ સંભાવનાઓ સાકાર કરતા પોતાની પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’ નો અભ્યાસ કરીને અન્યને પણ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયાએ પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ગામેગામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપીને, પ્રાકૃતિક ખેતીના લાભ અંગે ખેડૂતમિત્રોને જાગૃત કરવા માટે ટીમ કામ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application