Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંબાપાડા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો

  • October 11, 2022 

ડાંગ જિલ્લાની પ્રાથમીક શાળા આંબાપાડા ખાતે માન.જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીનાં માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકો માટે મેડીકલ એસેસમેન્ટ કેમ્પ યોજવામા આવ્યો હતો. બી.આર.સી ભવન આહવા "આઈ.ડી.યુનિટ" દ્વારા આયોજિત દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ તા.06/10/2022ના રોજ યોજવામા આવ્યો હતો.




આ કેમ્પમા વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોના મેડીકલ સર્ટિફિકેટ તેમજ UDID કાર્ડ માટે શિક્ષણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમા જિલ્લા આઈ.ઈ.ડી કો.ઓડી.જીતેશભાઈ, સી.આર.સી કો.ઓડી.અનિલભાઈ  તેમજ  બ્લોક આઈ.ઈ.ડી સ્ટાફ દ્વારા આહવા તાલુકાનુ એક પણ દિવ્યાંગ બાળક લાભથી વંચિત ન રહે તે હેતુ સર આ આયોજન કરવામા આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application