Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિ સાથે ઝઘડો થતાં મહિલાએ ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવ્યું

  • June 28, 2022 

ડાંગનાં સુબીર તાલુકાનાં ઢોંગી આંબાગામની પરિણીતાએ પતિ સાથે ઝઘડો થતાં ભીંડા પર નાંખવાની ઝેરી દવા ગટગટાવી જઇ જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઢોંગીયાઆંબા ગામે રહેતી 22 વર્ષીય પરિણીતા રવિનાબેન અજીત રડિયા જેઓ પતિ સાથે લગ્નમાં જવા માટે પતિને ના પાડવા છતાં પતિ લગ્નમાં જતા રહેતા પરિણીતાને બાબતનું માઠું લાગી આવ્યું હતું.




તેથી તેણે ભીંડા પર છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેની તબિયત લથડતાં તેને સારવાર માટે સુબિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતી. જ્યાં તેણીને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું થયું હતું. જયારે મૃત્યુ પામનાર મહિલાને ત્રણ વર્ષની બાળકી પણ છે.




આ ઘટનાને લઈ સુબીર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે મહિલાનાં પિતા ગમજભાઈ લાન્સુભાઈ કાનાન (રહે.મહાલ) નાએ સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી આગળની તપાસ સુબીર પોલીસે હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application