ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કોટબા ગામે રહેતા પ્રવિણભાઈ સુકરભાઈ ગાયકવાડનાં પ્લોટ પાસે તેમના પડોશી વાનુભાઇ જાનુભાઇ પવાર સર્વેયર લાવી પ્લોટની માપણી કરાવતા હતા. તે દરમિયાન પોતાની માપણી વખતે જે પ્લોટનો એક ભાગ પોતાની જમીનમાં નીકળ્યો હતો. તેની બીજીવાર માપણી કરતા પ્લોટનો એક ભાગ બીજાની જમીનમાં નીકળતા સ્થળ પર બોલાચાલી ચાલુ થઈ હતી.
જોકે અહીં સાત જેટલા ઈસમોએ પ્રવીણભાઈ સુકરભાઈ ગાયકવાડ જોડે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ મારામારી કરી માર મારતા આ યુવાનને સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવ અંગે ફરિયાદી પ્રવીણ ગાયકવાડે સાત ઇસમોમાં લક્ષ્મણ ભાસુ પવાર, વાનુભાઈ જાનુ પવાર, અજયભાઈ મોત્યા પવાર, હરેશ વસંત પવાર, બિપિનભાઈ સોમા પવાર, રાજેશભાઈ સોમા પવાર અને ગીરીશભાઈ દિનેશભાઇ પવાર વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
જયારે ચિંચવીહીર ગામે જમીનના કબ્જા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી બાદ સામસામી ફરિયાદ આહવા સુબીર તાલુકાનાં ચિચવિહીર ગામે જમીનનાં કબ્જા બાબતે બે પરિવાર વચ્ચે છૂટા હાથની મારામારી થતા સામ સામી ફરિયાદ નોંધાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500