Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : રૂપિયા 1.89 લાખનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા, 4 વોન્ટેડ

  • September 27, 2022 

ડાંગનાં વઘઇ ખાતે ચાલતા વરલી મટકા જુગારનાં અડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી કુલ રૂપિયા 1,89,580/-નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્યનાં ગાંધીનગરની ટીમ દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાતના પી.એસ.આઈ. સહિત પોલીસ કર્મીઓની ટીમ ગતરોજ ખાનગી વાહનોમાં સવાર થઈ દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.




તે દરમિયાન ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે સિંગલ ફળીયામાં એક ઈસમ નામે સોમનાથ ઉર્ફ પિન્ટુ લક્ષ્મણ ગાયકવાડ (રહે.આશાનગર, પોસ્ટ ઓફીસની સામે) જેઓ પોતાના ફાયદા માટે મળતીયા માણસો રાખી આંક લખી આંક ફરકનો તથા વરલી મટકાનો પૈસાથી જુગાર રમી રમાડતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળી હતી.




જે બાતમીનાં આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી વાળીએ જગ્યામાં ભરતભાઈ જીવણભાઈ પટેલનાં બંધ મકાનની સામે રેડ કરતા અહી 3 જેટલા ઈસમો આંક લખતા અને 4 જેટલા ઈસમો આંક લખાવતા મળી આવ્યા હતા. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે જુગાર રમાડનાર તથા રમનાર સાત ઈસમો ઝડપાયા હતા.




જેમાં દિલીપભાઈ સોમાભાઈ ચોરયા (રહે.રાજેન્દ્ર ફળીયુ વઘઇ), કેતનભાઈ જગદીશભાઈ પવાર (રહે.રાજેન્દ્ર ફળિયુ વઘઇ), રાજેશભાઈ પરસરામ સહારે (રહે.દોડીપાડા ફળિયુ, વઘઇ), સતીષભાઈ રામચંદ્રભાઈ પટેલ (રહે.ગીરાદાબદર, નિશાળ ફળિયુ, વઘઇ), શૈલેષભાઈ અરવિંદભાઈ પટેલ (રહે.નાકા ફળિયુ, વઘઇ), સુરેશભાઈ શિવાભાઈ ચૌધરી (રહે.ગીરાદાબદર, નિશાળ ફળિયુ, વઘઇ) અને કીશનભાઈ બાબલુભાઈ પૂવાર (રહે.વાટીગામ, ખોબા ફળીયુ, વાંસદા) નાઓની ધરપકડ કરી હતી.




જ્યારે અન્ય ચાર ઇસમો જેમાં જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી સોમનાથ ઉર્ફ પિન્ટુ લક્ષ્મણ ગાયકવાડ (રહે.આશાનગર, વઘઇ), જુગારનાં ધંધામાં મોબાઈલ પર આંક લખેલ ચિઠ્ઠી મંગાવનાર આરોપી જેના નામઠામની ખબર નથી અને જુગારનાં ધંધામાં મોબાઈલ પર આંક લખેલ ચિઠ્ઠી મંગાવનાર આરોપી જેના નામ ઠામની ખબર નથી તેમજ આંક લખાવવા આવેલ મોટરસાયકલ ચાલક GJ/05/PS/7702 જેના નામ ઠામની ખબર નથી જેઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




જોકે હાલ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે વઘઇ ખાતેથી ઝડપી પાડેલ જુગાર રમાડનાર અને  રમનાર એવા 7 ઈસમો પાસેથી અંગ ઝડતીમાં મળી આવેલ રોકડ રૂપિયા 72,080/- અને 7 નંગ મોબાઈલ, 3 ટુ વ્હીલર, બોલપેન, પેડ, કેલ્ક્યુલેટર, આંક લખેલ સ્લીપો મળી કુલ રૂપિયા 1,89,580/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરનાં પી.એસ.આઈ. હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application