Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારાની 16 હોટલો પર સ્ટેટ GST સ્કેનિંગ હેઠળ લેવામાં આવી જે પૈકી ચાર હોટલ દ્વારા 2 કરોડથી વધુની ટેક્સની ગરબડ બહાર આવતાં રિકરવરી કરવામાં આવી

  • September 10, 2022 

સ્ટેય GST ડિપાર્ટમેન્ટ દ્વારા સાપુતારાની 16 હોટલો પર કરવામાં આવેલી તપાસ મંગળવારે મોડી રાતે તમામ સ્થળો પર પુરી થઇ હતી. જોકે તપાસમાં ચાર હોટલ સંચાલકો દ્વારા 2 કરોડથી વધુની ટેક્સની રિકરવરી કરવામાં આવી છે. હોટલોમાંથી મળેલ દસ્તાવેજો તપાસતા 3 કરોડથી વધુની ટેક્સચોરી થઈ હોવાનું બહાર આવ્યુ હતુ. હોટેલ સંચાલકોએ બુકીંગ બતાવી ગેરીરતી કરતા હતા તેમજ હિસાબી રજીસ્ટર પણ યોગ્યરીતે મેન્ટેન કરવામાં આવ્યું ન હતું.




જયારે GST વિભાગનાં ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા સમગ્ર મામલો બહાર આવ્યો છે. GSTએ એક ટેક્સ છે જે કોઈપણ સામાન અથવા સેવાઓની ખરીદી પર ચૂકવવો પડે છે. તારીખ 1લી જુલાઈ 2017નાં રોજથી કરનું આ માળખું અમલમાં મુકવામાં આવ્યું છે. GSTનું Full Form ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods And Services Tax) છે. જેમાં સામાન ખરીદવા અથવા સેવાઓનો ઉપયોગ કરવા માટે તેની ચૂકવણી કરવી પડે છે.




અગાઉ અસ્તિત્વમાં રહેલા ઘણા પ્રકારના કર જેમ કે એક્સાઈઝ ડ્યુટી, વેટ, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ વગેરેને દૂર કરીને તેના સ્થાને ટેક્સ GST લાવવામાં આવ્યો છે. ભારતમાં તે વર્ષ 2017થી લાગુ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળ સાપુતારામાં GSTનાં કૌભાંડનો મામલો સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા સાપુતારાની 16 હોટલો સ્કેનિંગ હેઠળ લેવામાં આવી હતી જે પૈકી ચાર હોટલ દ્વારા 2 કરોડથી વધુની ટેક્સની ગરબડ કરવામાં આવી હોવાનું સામે આવતા રિકરવરી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application