ડાંગનાં આહવા ચીંચલી માર્ગ પર પાંડવા ગામ નજીક કતલખાને લઈ જવાતા ભેંસ અને પાડા ભરેલ પીકઅપ સહીત 11 ઈસમોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આહવા પોલીસને મળેલ બાતમીનાં આધારે પાંડવા ફાટક પાસે 6 જેટલી પીકઅપ ટેમ્પોમાંથી 4 ભેંસ અને 19 જેટલાં પાડાઓ ખીચોખીચ ભરી મહારાષ્ટ્રમાં કતલખાને લઈ જવાની પેરવી કરતા હોય પોલીસે તપાસ હાથ ધરતા ભાંડો ફૂટ્યો હતો.
આમ, પોલીસે ગેરકાયદેસર અને ક્રૂરતા પૂર્વક કતલ કરવાને ઇરાદે લઈ જતાં આરોપીઓ રહીમ ગુલામ સેનક્યા, ચાલક મુનીર સૈયદ આગેવાન, નશરૂદિન મહંમદ આગેવાન, ફકકૃદીન જુમ્મા વાની, સફી ખાનું વાની, અશરફ ઈબ્રાહીમ શેખ, રહીમ રહેમાન વાની, હાફિઝ યુસુફ આગેવાન, તૌફીક મુલ્લા જોહાન, અહમદ મહમદ વાની અને બસીર રસુલ સૈયદ (તમામ રહે.નાંદનપેડા, આહવા) તેમજ 6 પીકઅપ ટેમ્પો 9 નંગ મોબાઈલ, મળી કુલ રૂપિયા 17,13,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500