Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી દારૂનાં મુદ્દામાલ સાથે દંપતી ઝડપાયું

  • June 08, 2022 

દમણથી એક સ્વીફ્ટ કારમાં મહિલા અને પુરુષ સવાર થઈ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા હોવાની બાતમી મળતા પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ આગળ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી સ્વિફ્ટ કાર નંબર GJ/15/CL/0877 આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કારમાં ચાલકએ કારને પુરઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કરતા દંપતી અને પોલીસ વચ્ચે ફિલ્મી દર્શયો સર્જાયા હતા. જેમાં દંપતીની કારને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું.



પરંતુ આખરે પોલીસે આ કારને અટકાવી ચકાસણી કરતા તેમાંથી રૂપિયા 27,600/-નો દારૂ મળી આવી હતી. જોકે 5 લાખની કાર અને દારૂ મળી પોલીસે કુલ રૂપિયા 5,28,000/-નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક વલસાડ ચણવઈ વાડી ફળીયાના કમલેશ મોતીભાઈ પટેલ અને તેની પત્ની હિના કમલેશ પટેલની પ્રોહીબિશનનાં ગુનામાં ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News