Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરમાં ઘુસી ચોરી કરનાર મહિલાને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

  • July 05, 2022 

વાસોણા ગામે ઘરમા ઘુસી એક મહિલાએ સોનાની ચેન અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. જોકે દાનહ પોલીસે 24 કલાકમાં જ મહિલા ચોરને સોનાની ચેન અને રોકડ રકમ સાથે ઝડપી પાડી હતી. બનાવની વિગત એવી છે કે, ગત તા.29 જુન નાંરોજ કોઈ અજાણ્યાએ છગનભાઇ બ્રાંજુલભાઈ અંધેર (રહે.વાસોણા, અમરુનપાડા લાયન સફારી રોડ)નાં ઘરમા ઘુસી 33.730 ગ્રામ સોનાની ચેન અને 13 હજાર રૂપિયા રોકડ મળી કુલ રૂપિયા 1,10,244/-નો માલસામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા.




જોકે, ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી ટીમ બનાવી આજુબાજુનાં CCTV ફુટેજનાં આધારે તપાસ હાથ ધરતા એક મહિલા દુપટ્ટામાં પોતાનું મોઢુ છુપાવેલી જોવા મળી હતી તેની તપાસ કરતા સંદિગ્ધ મહિલા રાનુદેવી શ્રીનાથ વર્મા (ઉ.વ.3, રહે.મંજુબેન પટેલની ચાલ, સ્કુલ ફળિયા, સામરવરણી)નાની પૂછપરછ દરમિયાન તેને ચોરીનો ગુનો કબુલ કર્યો હતો.




આમ, પોલીસે મહિલા આરોપી પાસેથી સોનાની ચેન અને 6500 રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,03,744/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે મહિલાએ ચોરીની કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application