Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દમણ ફરવા ગયેલા સુરતનાં 6 યુવકોને નડ્યો અકસ્માત : 3 યુવકોની હાલત ગંભીર

  • June 08, 2022 

દમણમાં ફરવા ગયેલા સુરતના 6 યુવકોને પરત ફરતી વખતે વલસાડનાં ડુંગરી બ્રીજ પાસે અકસ્માત નડતા 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ઘાયલ યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડુંગરી બ્રીજ પાસે ટ્રકની પાછળ કારની ટક્કર થતા સાત પલટી ખાઈ ગઈ હતી.



મળતી માહિતી મુજબ, સુરતની સેલોન કંપનીમાં ફરજ બજાવતા 4 કર્મચારીઓ 2 મિત્રોની સાથે દમણ ફરવા આવ્યા હતા. જોકે દમણમાં મજા કરી સુરત ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ડુંગરી બ્રીજ ઉતરતા આગળ ચાલતા ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકનું પાછળની સાઈડ કારને લાગતા કારના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર 7થી વધુ વાર પલટી મારી ગઈ હતી.



જેમાં કારમાં સવાર 6 જેટલા સુરતના યુવકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ડુંગરી પોલોસની ટીમને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કામગીરી હાથ ધરી હતી. જયારે કારમાં સવાર 6 ઇજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા.



સુરતની સેલોન કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેના 2 મિત્રો મળી કુલ 6 યુવકો વિનીત, વિશાલ, દેવ, ઉત્તમ, વિજય અને દિપક કાર નંબર HR/50/H/7788 લઈને દમણ ફરવા અને મઝા કરવા આવ્યા હતા. દમણમાં ફરીને મઝા કરીને સુરત પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ડુંગરી બ્રીજ ઉતરતા આગળ ચાલતી એક ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકની કારને કટ લાગતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને નેશનલ હાઈવે નંબર-48 ઉપર 7થી વધુ પલટી ખવડાવી દીધી હતી.



અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓ થતા તાત્કાલિક ઘટના સ્થળે ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને 108ની ટીમને કરતા ડુંગરી પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.



જેમાં એક ઇકો કાર ચાલકે માનવતા દાખવીને એક ઇજાગ્રસ્તને પોતાની કારમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. ચીખલી અને ડુંગરી 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application