દાહોદનાં ધાનપુર તાલુકાનાં વેડ ગામેથી પોલીસે રીક્ષામાંથી વિદેશી દારૂ તથા બીયરનાં જથ્થા સાથે ઓટો રીક્ષામાં સવાર એકની અટકાયત કરી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે વેડ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે બાતમીવાળી એક ઓટો રીક્ષા પસાર થતાં પોલીસ સાબદી બની હતી.
ત્યારે દુરથી પોલીસને જોઈ ઓટો રીક્ષામાં સવાર રોહીતકુમાર મનહરભાઈ વરીયા (રહે.કાલીયાકુવા,ઈન્દીરા આવાસ ફળિયું,તા.ગોધરા,જિ.પંચમહાલ) અને જુવાનસીંગ ઉર્ફે જવરાભાઈ ચંન્દ્રાભાઈ બારીઆ (રહે.ડભવા.પટેલ ફળિયું,તા.ધાનપુર,જિ.દાહોદ) ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંન્નેનો પીછો કરતાં પોલીસે રોહીતકુમારને ઝડપી પાડયો હતો. જ્યારે જુવાનસીંગ ઉર્ફે જવરાભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ 260 જેની કિંમત રૂપિયા 31,020/-નાં પ્રોહી. જથ્થા સાથે ઓટો રીક્ષાની કિંમત મળી કુલ રૂપિયા 1,31,020/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500