આજે ભારતનું UPI સિંગાપોરનાં PayNow સાથે જોડાશે. આ ખાસ પ્રસંગે બંને દેશોનાં વડાપ્રધાન સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કેન્ફરન્સ દ્વારા કાર્યક્રમમાં જોડાશે. આ અગાઉ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવાયુ કે, આ સુવિધાનું ઉદ્ઘાટન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન કરશે. ભારતનું UPI તેની ઝડપી ચુકવણી ઝડપ અને ઉપયોગમાં સરળતાને કારણે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સિંગાપોરના PayNow અને ભારતના (UPI) વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી આજે શરૂ થશે.
આ સાથે બંને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી હેઠળ ખૂબ જ સરળતા અને ઝડપ સાથે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. સિંગાપોરમાં રહેતા ભારતીયો હવે UPI દ્વારા ભારતમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. આ ઉપરાંત સિંગાપોરમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીનાં માતા-પિતા ખૂબ જ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરીને UPI દ્વારા પૈસા મોકલી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરનાં વડાપ્રધાન લી સિએન લૂંગ ભારતનાં UPI અને સિંગાપોરનાં PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જોડાશે. વડા પ્રધાન કાર્યાલયએ સોમવારે એક નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application