સોનગઢ તાલુકાના એક ગામમાં ૧૦ વર્ષીય બાળાને એક ઘરમાં લઈ જઈ દુષ્કર્મ કરવાની ઘટના બની હતી. જયારે સગીરા સાથે દુષ્કર્મનો આ બનાવ ગત તારીખ ૨૯/૧૦/૨૦૨૪નાં રોજ ઉકાઈ પોલીસ મથક હેઠળના એક ગામમાં બન્યો છે. સંજય રૂપાભાઈ ગામીત નામનો નરાધમ તેની પરિચિત એવી ૧૦ વર્ષ ૧૦ માસની વયની સગીરાને પટાવી ફોસલાવીને સવારે ઘરે લઈ ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ નરાધમના ઘરેથી ભાગીને સગીરા પોતાના ઘરે આવી હતી. તેણે દુષ્કર્મ અંગે માતાને જાણ કરી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં નરાધમ સામે રોષ વ્યાપી ગયો હતો. સગીરાને તુરંત સોનગઢના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. બનાવ અંગે ભોગ બનનારની ૨૯ વર્ષીય માતાએ તેની સગીર પુત્રી સાથે બળજબરીથી દુષ્કર્મ થયો હોવા અંગેની ફરિયાદ ઉકાઈ પોલીસને કરી હતી. પોલીસે નરાધમ સંજય રૂપાભાઈ ગામીત સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application