Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને લલચાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરનાર સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો

  • October 10, 2024 

સુરત જિલ્લાનાં માંગરોળ, ડિંડોલી બાદ હવે માંડવીમાં દુષ્કર્મની ઘટનાનો પર્દાફાશ થયો છે. 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને રીક્ષામાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી દીધી છે. પીડિતા માઇનોર હોવાથી પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીના કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.


વિધર્મી ઈસમે સગીરાને નહેરના રસ્તે રીક્ષામાં લઇ જઇને સંબંધો બાંધ્યા હતા. ચારથી પાંચ વાર શારિરીક સંબંધો બાંધ્યા હોવાથી સગીરા ગર્ભવતી થઇ હતી. જેથી આરોપી રીક્ષા ચાલકે સગીરનો ગર્ભ પાડવા માટે દેશી દવા આપી હતી. જેથી સગીરાના સગીરાના ભૃણને વિધર્મી યુવકે પીડિતાના ઘરની પાછળ વાડામાં જ દાટી દીધું હતું. જોકે મિસકેરેજ થતાં સગીરાને લોહી વહેવા લાગ્યું હતું અને તેની તબિયત લથડી પડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ દરમિયાન હાજર તબીબોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.


પરિવારને જાણત થતાં પીડિતાના પિતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિધર્મી યુવકની ઓળખ અરબાઝ પઠાણ (ઉ.વ.28) તરીકે કરી છે. તે રીક્ષા ચલાવે છે. તેણે સગીરાને લલચાવી ફોસલાવીને આ ધૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. પીડિતા સગીર હોવાથી પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજા અન્ય પાસાઓને પણ તપાસી રહી હોવાનું જાણવા મળ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application