વ્યારાના રામકુવા ગામે રહેતો અને કડિયા કામની મજૂરી કરતા યુવકે નજીકના ગામમાં રહેતી તરુણી એકલી દેખાતા તેનો લાભ લઈ ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારતા ચકચાર મચી છે. તરુણીના વાલીએ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતો અજય અર્જુનભાઈ ગામીત કડિયાકામની મજૂરી કરે છે. અજય ગામીત નજીકના ગામની સીમમાંથી જઈ રહ્યો હતો ત્યારે એક ઘરમાં ૧૭ વર્ષની તરુણી એકલી જોવા મળી હતી. જેથી અજય ગામીતના મનમાં વાસનાનો કીડો સળવળતા તે સીધો તરુણીના ઘરમાં ઘૂસી ગયો હતો અને તરુણી કઈ વિચારે તે પહેલા તો તેનો હાથ પકડી મોઢું દબાઈ દઈ છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો અને પછી તરૂણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
હવસ સંતોષી લીધા બાદ કોઈને વાત કરી તો મારવાની ધમકી આપી અજય ગામીત ભાગી ગયો હતો. સાંજે મજૂરી કામ કરતી માતા ઘરે આવતા તરુણીએ આપવીતિ જણાવી હતી. તેમજ પરિવારમાં વાત કર્યા બાદ સાંજે વ્યારા પોલીસ મથકે ભોગ બનનારની માતાનું નિવેદન લઈ પી.આઈ. એન.એમ.રાવર્તે પોક્સો એક્ટ મુજબ અજય અર્જુનભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500