Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરામાંથી પાર્ક કરેલ બાઈકની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

  • September 16, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બાજીપુરા ગામનાં સ્વસ્તિક સોસાયટીમાં ભાડાથી રહેતા બાબુભાઈ સરદારભાઈ વણઝારા (મૂળ રહે.લોદરાણી ગામ, રામાપીરવાસ, તા.વાવ, જિ.બનાસ કાંઠા)નાંએ પોતાની બાઈક જીજે/૦૮/ડીએચ/૦૯૮૬ને તેમના મકાનમાં હેન્ડલ લોક કરી પાર્કિગમાં પાર્ક કરી મૂકી હતી. જોકે સવારે ઉઠી જોતા બાઈક સ્થળ ઉપર જોવા નહિ મળતા કોઈ અજાણ્યો ઈસમ બાઈક જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે બાબુભાઈ વણઝારાએ તારીખ ૧૨/૦૯/૨૦૨૪નાં રોજ બાઈક ચોરી અંગેની ફરિયાદ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News