વાપીનાં ડુગરા ગામમાં આવેલા મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તસ્કરો અગાસી પર આવેલી રૂમની બારી તોડી લોકોમાંથી મુદ્દામાલ ચોરી ગયા હતા. મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરમાં યુસુફનગરમાં શક્તિધામ મંદિરમાં ગત તારીખ ૧૩-૦૨-૨૫ના રોજ રાત્રિ દરમિયાન તસ્કરો મંદિરની અગાસી પર આવેલી રૂમની બારી તોડી અંદર ઘુસ્યા હતા.
બાદમાં અંદર રહેલા લોકરને તોડી માતાજીની સોનાની બુટ્ટીઓ, નથણી, ચાંદીના દાગીના, ચાંદી મૂર્તિ-સિકકા અને બે નંગ મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી કરી ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે મંદિરમાં સારસંભાળ કરનાર તુકારામ પાટીલની પતી અગાસી પર ચકલાઓને ચણ નાંખવા ગઈ ત્યારે ચોરી થયાનું જણાતા તુકારામને જાણ કરી હતી. ત્યારબાદ તુકારામ સહિત ભક્તો દોડી આવ્યા હતા. તપાસ કરતા ચોરી થયાનું બહાર આવતા પોલીસને જાણ કરતા પોલીસે દોડી ગઈ હતી. પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500